વહેરા ગામનો ઈતિહાસ
પરિચય : વહેરા ગામ ઉત્તર અક્ષાાંશ રર.ર૬’ અને પૂર્વ રેખાંશ ૭ર.૪૮’ ઉપરનું આ ગામ બોરસદથી ત્રણ કિલોમીટરના અંતરે આવેલું છે. સંવત ર૦૧ર માં પિહુંજથી ધરણા પટેલ આવીને વસેલા તેમના બે પુત્રો જુ સમય જતાં જુદા રહયા અને એના આધારે ગામ બે ભાગ મોટો ભાગ અને નાનો ભાગમાં વહેંચાયું. આ ઉપરાંત વડેલીથી આવીને પણ પાટીદારો વસ્યા. આની સાથે કડવા પાટીદાર પણ આવેલા છે.
વહેરા ગામ રાષ્ટ્રીય રંગે રંગાયેલું છે. ઈ.સ. ૧૯ર૦ થી ઈ.સ. ૧૯૪ર સુધીની આઝાદીની તમામ લડતોમાં વહેરા ગામના લોકોએ સારો ફાળો આપ્યો હતો. બિ્રટીશ રાજયની હુકુમત વખતે મહેસુલ નહી ભરવાની ‘ના કર લડત’ માં સમગ્ર ગામ જોડાયલે અને બિ્રટીશ અધિકારીઓ જપ્તી માટે આવે ત્યારે પોતાના ઘરો બંધ કરી કાવિઠાની સીમમાં જતા રહી સત્યાગ્રહમાં સાથ આપેલ. આઝાદીની લડતમાં જેલ વાસ પણ ભોગવેલ તેવા સ્વતંત્ર્ય સૈનિકો
(૧) સ્વ. સોમાભાઈ ફુલાભાઈ પટેલ
(ર) સ્વ. ભાઈલાલભાઈ દાદાભાઈ પટેલ
(૩) સ્વ. કાશીબેન ડાહ્યાભાઈ પટેલ
(૪)સ્વ. રવિશંકર યાજ્ઞિક
બોરસદ તાલુકામાં આવેલ અને બોરસદથી ત્રણ કિલોમીટરના અંતરે વહેરા ગામ આવેલું છે. આ ગામની ફરતે બેથી ત્રણ કિલોમીટર અંતરે કાવિઠા, દેદરડા, ઢુંડાકુવા તથા ડભાસી ગામ આવેલા છે. ગામની કુલ વસ્તી ૬૬ર૪ છે. જેમાં પુરુષ્ાો ૩૪૪૦ અને સ્ત્રીઓ ૩૧૮૪ છે. ગામનું કુલ ક્ષોત્રફળ ર.૧ ચોરસ માઈલ જેમાં ખેડાણ જમીન ૬પપ-પ૬-૯ર હેકટર છે. ગામનું ગોચર ૯-૯પ-પર, ગામમાં કુલ ખાતેદારો ૮૩૧ છે. મકાનોની સંખ્યા ૧૬પ૦ જેમાં પાટીદારના ૩પ૦ મકાનો છે તથા અન્ય જ્ઞાતિઓમાં ઠાકોર, પાટણવાડિયા, પ્રજાપતિ, બારૈયા, સુથાર, વણકર, હરિજન, વાઘરી અને મુસલમાનનો સમાવેશ થાય છે. જે સૌ સંપીને ભાઈચારાથી રહે છે.
શૈક્ષાણિક સંસ્થાઓ :
સ્વ. મોતીભાઈ દાજીભાઈ પટેલ વિદ્યામંદિર, વહેરા
ગામમાં ઈ.સ. ૧૯પ૧માં વહેરા ગામના વતની અને સાગરકિંગ ( મધ્યપ્રદેશ ) શ્રી છોટાભાઈ મોતીભાઈ પટેલ અતિ ભવ્ય અને તે સમયે બોરસદ તાલુકાના ગામોમાં આવેલ પ્રાથમિક શાળામાં સૌથી સુંદર મકાન બનાવી સ્વ. મોતીભાઈ દાજીભાઈ પટેલ વિદ્યામંદિરના નામે પ્રાથમિક શાળાના મકાનનું લોકાર્પણ કરેલ અને શાળાના પટાંગણમાં મહાત્મા ગાંધીજી તથા સરદાર વલ્લભભાઈ પટેલની પૂર્ણ કદની આરસની પ્રતિમાઓ મૂકેલ. અન્ય ગામોના પ્રજાજનો જયારે ગામની ભાગોળેથી કૂવામાંથી પાણી ખેંચીને ભરી લાવતા હતા ત્યારે ગામની ભાગોળે મોટી ટાંકી બનાવી તેને ચકલીઓ બેસાડી ગામની બહેનોને કૂવામાંથી પાણી ખેંચવામાંથી રાહત ઉપલબ્ધ કરાવી.
એચ.જે. પટેલ હાઈસ્કૂલ, વહેરા
ઈ.સ. ૧૯૭૦ પહેલા માધ્યમિક શિક્ષાણ માટે બોરસદ કે કાવિઠા છોકરા અને છોકરીઓને જવું પડતુ હતું. સ્વ. નાથાભાઈ ખુશાલભાઈ પટેલ અને વડીલોના પ્રયત્નોથી હીરાભાઈ ઝવેરભાઈ પટેલ હાઈસ્કૂલની શરૂઆત થઈ અત્યારે ધોરણ ૮ થી ૧૦ માં કુલ ર૦૦ વિદ્યાથર્ીઓ અભ્યાસ કરે છે તથા એ. આર. પટેલ પ્રાથમિક વિભાગમાં ધોરણ પ થી ૭ માં કુલ ૧૪૦ વિદ્યાથર્ીઓ અભ્યાસ કરે છે. આ પ્રાથમિક વિભાગ પ્રગતિ મંડળ સ્વનિર્ભર ખચર્ે ચલાવે છે. વર્તમાન સમયની માંગને અનુલક્ષાીને કોમ્પ્યુટરનું જ્ઞાન આવશ્યક હોવાથી પ્રગતિ મંડળે પ્રગતિ કોમ્મ્પયુર સેન્ટરની સુવિધા પણ ઉપલબ્ધ કરી છે. જેમાં ગામના દેશ પરદેશમાં વસતા દાતાશ્રીઓના સત્કાયર્ોની સુવાસ છે.
અન્ય સંસ્થાઓ :
પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર, વહેરા
ગામની મધ્યમાં વહેરા સેવા સહકારી મંડળી લિ.નું મકાન આવેલ છે. જેમાં ૮૪૦ સભાસદો છે. જે ખેડૂતોને ધિરાણ આપે છે. ખાતર અને બિયારણ તેમજ જંતુનાશક દવાઓ પૂરી પાડે છે. સાથે દિન દયાળ ગ્રાહક ભંડાર સરકારની યોજના મુજબ અનાજ, ખાંડ, તેલ, ઘી વગેરે જેવી જીવન જરૂરી ચીજ વસ્તુઓ વ્યાજબી ભાવે પુરી પાડે છે.
શ્રી વહેરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ.
આ મંડળીમાં કુલ ૧પ૦૩ સભાસદો છે. મંડળી પશુપાલકો દ્વારા લવાતા દૂધની ગુણવત્તા અને જથ્થા પ્રમાણે પોષ્ાણક્ષામ ભાવ આપી મદદરૂપ બને છે. તથા પ્રતિ વષ્ર્ો બોનસ રૂપે રોકડ રકમ ચૂકવે છે. મંડળી પશુદાણ ( અમૂલ દાણ ) પણ પશુપાલકોને પુરુ પાડે છે. સાથે પશુઓની માંદગીમાં વેટરનીટી ડર્ાકટરની વ્યવસ્થા પુરી પાડે છે.
સમાજ કલ્યાણ કેન્દ્ર, વહેરા
ગામમાં ભૂલકાઓને શૈક્ષાણિક સુવિધા આપવા માટે સમાજ કલ્યાણ કેન્દ્ર દ્વારા ચાલતું બાલ મંદિર છે.
સાર્વજનિક દવાખાનું
ઈ.સ. ૧૯૯રમાં આરોગ્ય મંડળ, વહેરાની સ્થાપના અને મંડળના પ્રમુખશ્રી વિનુભાઈ મોતીભાઈ પટેલના નેતૃત્વ હેઠળ દાતાશ્રી ભાઈલાલભાઈ મોતીભાઈ પટેલ અને રાવજીભાઈ બેચરભાઈ પટેલ તેમજ અન્ય દાતાઓના દાનથી શ્રી શાં.રા.પટેલ અને લ.ભા.પટેલ સાર્વજનિક દવાખાનાનું ઉદ્દધાટન સંતરામ મંદિર, કરમસદના મહંત પૂજય રામદાસજી મહારાજના વરદ્દ હસ્તે થયું. આ દવાખાનામાં અલગ પ્રસુતિ ગૃહની વ્યવસ્થા છે. ખૂબ જ ઓછા ખચર્ે દવા આપવામાં આવે છે. વાષ્િર્ાક ૩૦૦ થી ૪૦૦ સ્ત્રીઓ નોર્મલ ડીલીવરીથી બાળકને જન્મ આપે છે. સ્ત્રીઓને સવારે ચા, નાસ્તાની વ્યવસ્થા પણ આપવામાં આવે છે. દવાખાના સામે સ્ટાફ કવાર્ટસની પણ સુવિધા છે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર
ધામર્િક સ્થળો :
કાશી વિશ્વનાથ મહાદેવ
વહેરા ગામના કાશી વિશ્વનાથ મહાદેવનો ઈતિહાસ એવો છે કે કાશી વિશ્વનાથ મહાદેવના શિવલિંગની નીચે નાની કુઈ આવેલી છે. તેના ઉપર શિવલિંગ છે અને જયરે અહીંથી વણઝારા અને ચારણ જ્ઞાતિના લોકો અવર જવર કરતા હાત ત્યારે ગૌરી ગાયે અંદર શિવલિંગ ઉપર ગાયના આંચળમાંથી દૂધની ધાર કરેલ અને ત્યારથી આ સ્થાન ખૂબ જ પવિત્ર ગણાતુ હતું. તે સ્થળ ઉપર લોકો પૂજા અર્ચના કરતા. સદરહુ મંદિરનો જિણર્ોધ્ધાર સને ૧૯૪૭ માં થયેલ અને આજે પણ આ મંદિરમાં શિવ ભકતો આજુ બાજુથી આવે છે. શ્રાવણ માસ તથા શિવરાત્રિ દરમિયાન દૈનિક ભજન કિર્તન થાય છે. મંદિરની બહાર બાગ બગીચો હોઈ નાના બાળકો આનંદ માણે છે.
સત કૈવલ મંદિર
ગામમાં સત કૈવલ સંપ્રદાયનું મંત્ર મંદિર છે. તે ઈ.સ. ૧૯પ૦માં બંધાયેલ છે. તેનું સિંહાસન મંત્રો મૂકીને બનાવેલ છે.
સ્વામિનારાયણ મંદિર
ગામની મધ્યમાં શ્રી સ્વામિનારાણ સંપ્રદાયનું મંદિર આવેલું છે. જેનો જિણર્ોધ્ધાર ઈ.સ. ૧૯પ૮ માં જ્ઞાન બાગવાળા કાનજી ભગતના સાનિધ્યમાં પારયણ કરી મૂતર્િની પ્રતિષ્ઠા કરી ભગવન સ્વામિનારાયણ આ ગામમાં સાધુ સંતની સાથે ગામના ભકત કાળીદાસ કાકાના ઘરે પધારેલ અને રાત્રિ રોકાણ કરેલ.
રામદેવજી મંદિર
સગવડો :
શ્રી કાશીભાઈ શનાભાઈ પટેલ ટાવર
ધોબીઘાટ
ચિલ્ડ્રન પાર્ક
ચબૂતરો
પ્રવેશદ્વાર
ગામની અન્ય સુવિધાઓ :
બસ સ્ટેન્ડ ડઘ
વોટર વર્કસ ડ,
તમાકુની ખળી ડ,
કાશાભાઈ શનાભાઈ પટેલ ટાવર ડક્ષ
બોરકૂવા ક્ષપ
ધોબીઘાટ ડ×
સરકારી ટયુબવેલ ડક્ષ
હેન્ડ પંપ ક્ષપ
ગામ તળાવ ડપ
પોષ્ટ ઓફિસ ડક્ષ
બાળ ક્રીડાંગણ ડ×
કબ્રસ્તાન ડક્ષ
મોરત જાપીરની દરગાહ ડક્ષ
પ્રવેશ દ્વાર ડ×
સ્મશાન ગૃહ ડઘ